આ તડકાને બીજે ગમે ત્યાં ઉતારો
નહીંતો હરણને ન રણમાં ઉતારો
તમારી નજરમેં ઉતારી લીધીછે
તમે મારા પરથી નજર ના ઉતારો
આ પર્વતના માથે છે ઝરણાનાં બેડાં
જરા સાચવી એને હેઠાં ઉતારો
ફૂલો માંદગીનાં બિછાને પડ્યાંછે
બગીચામાં થોડાક ભમરા ઉતારો
ભીતરમાંજ જોવાની આદત પડીગઈ
હવે ભીંત પરથી અરીસા ઉતારો