હું રિસાયો.. તમે પણ રિસાયા તો પછી આપણને મનાવશે કોણ ?
આજે તિરાડ છે, કાલે ખાઈ બની જશે તો પછી તેને ભરશે કોણ ?
હું મૌન.. તમે પણ મૌન તો પછી આ મૌન ને તોડશે કોણ ?
નાની નાની વાતોને દિલથી લગાવી શું.. તો પછી સંબધ નિભાવશે કોણ ?
છુટા પડીને દુઃખી હું.. અને દુઃખી તમે પણ.. તો વિચારો ડગલું આગળ વધશે કોણ ?
ના હું રાજી.. ના તમે રાજી.. તો પછી માફ કરવાની મોટાઈ દેખાડશે કોણ ?
યાદોના ગમ માં ડૂબી જઈશું હું અને તમે.. આપણને ધૈર્ય આપશે કોણ ?
એક અહં મારો.. એક તારી અંદર પણ.. તો પછી આ અહં ને હરાવશે કોણ ?
જિંદગી કોને મળી છે હંમેશ માટે, તો પછી આ વાતને વાગોળવા માટે અહીં રહેશે કોણ ?
આપણા બન્નેનાં મરી ગયા પછી આ વાત ઉપર પસ્તાવો કરશે કોણ.?