મારી લાગણીઓનો સમજી ને
મુજ ને રોજ સંભાળે છે
મારો જલિયાણ બસ આમ મુજ ને જીવાડે છે.
હું અટકુ જ્યારે ત્યારે એ
નવી શરૂઆત માંડે છે
મારો જલિયાણ બસ આમ મુજ ને હિંમત આપે છે.
ભટકું જયારે જીવન પથ થી
ત્યારે સહારો મુજ ને આપે છે
મારો જલિયાણ બસ આમ મુજ ને પાપાપગલી ચલાવે
- કવિતા પટેલ