English Quote in Blog by વનરાજ સિંહ પરમાર

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક શેઠ એ નવી મોટી દુકાન ખોલી....
અને દુકાનના ઉદઘાટનમાં એક ‘બુઝુર્ગ આલિમ’ ને બોલાવ્યા.
બધી વિધિ પતી ગયા પછી શેઠે ‘આલિમ’ને કહ્યું “આ દુકાનમાં ‘એકવીસ હજાર’ વસ્તુઓ મળે છે. આપને જે જરૂરી હોય તે બેજીઝક લઈ લેજો.”

‘બુઝુર્ગ’ હસ્યા અને બોલ્યા “મને આમાંથી એકપણ વસ્તુ જીવવા માટે જરૂરી નથી લાગતી..
અને મને એ વાતનું આશ્ચર્ય થાય છે કે માણસો બીનજરૂરી ‘એકવીસ હજાર’ વસ્તુ વાપરે છે.”

અહીં આ વાર્તા પુરી થાય છે.....
અને
હવે અહીંથી આપણી સાચી વાત શરૂ થાય છે. .

આપણે આવી અનેક બીનજરૂરી વસ્તુ વગર ઘડી પણ ચલાવી નથી શકતા.

ઓડોનીલ જેવા એરફ્રેશનર વગર કેટલા જણાનો શ્વાસ રૂંધાઈ ગયો છે?

હાર્પીક વગર કોની લાદીમાં ધોકડ ઉગી ગઈ છે?

ફેશવોશ વગર કઈ બાઇને મુછ ઉગી નીકળી છે?

હોમ થીએટર લાવી કયો મરદ કલાકાર બની ગયો છે?

કંડીશનરથી કોના વાળ પંચોતેર વરસે મુલાયમ અને કાળા રહી ગયા?

ડાઈનીંગ ટેબલ વગર જમવા બેસનારને શું ઘુંટણનો વા થયો છે?

હેન્ડવોશ વગર આપણા કયા ડોસાને કરમીયા થયાં હતાં?

ડિઓડરન્ટ છાંટીને નીકળ્યા પછી આપણને કેટલા દોડી દોડી સુંઘવા આવે છે?

કુદરતની તમામ વ્યવસ્થાઓ સામે આપણે ચેલેન્જ કરીએ છીએ.

બાકી...

બગલો કયા શેમ્પુથી નહાય છે?

મોરલો પોતાનો રંગ અકબંધ રાખવા કયું વોશ કંડીશનર વાપરે છે?

મીંદડીને કે દિ' મોતીયા આવી ગયા?

સસલાના વાળ કોઈ દિ' બરડ અને બટકણાં જોયા છે?

કઈ બકરીનાં દાંતમાં કેવીટી થઈ છે?

ઈન્હેલર કે બામ વગર પણ કુતરાનું નાક ગંધ સુગંધ પારખે જ છે.

એલાર્મ વગર કુકડો ઉઠે જ છે.

મધમાખીને હજી ઈન્સ્યુલીનનું ઈંજેકશન લીધા વગર સુગર કંટ્રોલમાં જ છે.

સીસીટીવી કેમેરા વગર કઈ ટીટોડીના ઈંડા ચોરાઈ ગયા છે?

આજકાલના માણસને દુ:ખી કરવો બહુ સહેલો છે.
માણસ પૈસા ખર્ચીને દુ:ખી થવાની ચીજો ખરીદી લાવે છે.

નેટ બંધ કરો તો દુ:ખી,
લાઈટ જાય તો દુ:ખી,
ગાડીના એક પૈડામાંથી હવા કાઢી નાખો તો દુ:ખી,
મોબાઈલનું ચાર્જર બગડે તો દુ:ખી,
ટીવીનો કેબલ કપાઈ જાય તો દુ:ખી,
મચ્છર મારવાની અગરબતી ન મળે તો દુ:ખી,
બહેનોને યોગ્ય મેકઅપ ના મળે તો દુ:ખી,
કપડાંની જોડીનું મેચીંગ ના મળે તો દુ:ખી.

આ વર્તમાનમાં માણસને દસ મીનીટમાં વીસ પ્રકારે દુ:ખી કરી શકાય.

જયારે ગોળ સાથે બે રોટલા દબાવી પીલુડીને છાંયે પાણાનું ઓશીકું કરી સુઈ જાય ત્યારે તેને દુ:ખી કરવો હોય તો ખુદ ચૌદ ભુવનના માલીકને આવવું પડે.

જેમ સગવડતા વધે એમ દુ:ખી થવાની તકોમાં ઉમેરો થતો રહે છે.

જો તમને આ વાત સારી અને સાચી લાગે તો તમે પણ "એક વાર વિચારજો".

મેસેજ મારો બનાવેલો નથી મને પણ બીજા એ મોકલેલ છે મને સાચો અને સારો લાગ્યો એટલે મેં તમને મોકલ્યો.

આભાર.....

English Blog by વનરાજ સિંહ પરમાર : 111086933
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now