આજકાલ લોકો સોશિયલ મીડિયાથી જીવે છે,
દુઃખ દર્દ આંખોથી નહીં એમના સ્ટેટસથી વહે છે,
કહેશો કે પ્રેમ છે તો ઇઝહાર કરો,
તો કહેશે કે એક વાર મારું સ્ટેટસ તો ચેક કરો,
લોકોને જણાવવામાં લોકો હમણાં વ્યસ્ત છે,
હવે તો મોબાઈલ પણ મેસેજના હૂમલાથી ત્રસ્ત છે,
મળવા માટે દરેક પાસે સમયનો અભાવ છે, છતાં
લાઇક્સ અને કમેન્ટસ થી નકકી કરશે કે કોને કેટલો ભાવ છે,
કોઈના આંસુઓ લૂછે એવી લાગણીઓ ખૂટી પડી,
આંગળીઓ તો મોબાઈલ સહેલાવામાં મચી પડી,
પૂછશો કે કેમ છો? તો જવાબ હશે મોજમાં,
પણ માણસ ફરે છે એકલો હવે ખુદની ખોજમાં.
...સ્નેહ...