પ્રિય વાત્સલ્ય,
આજે તારી જોડે વાત કરવા ને બદલે લખીને કહેવાની ઇચ્છા થઇ ગઇ.
કારણકે આજે તું "મા" નો પાલવ છોડી ને યૌવન ડગલે સફળતાની સીડી ચડવા જઇ
રહ્યો છે..........તારી આત્મવિશ્વાસભરી ઉડાન થી હું ખૂબ ખુશ છું બેટા!??
પણ આજે હું તને થોડું કહેવા માગું છું . જે હંમેશા યાદ રાખજે......
તું દુનિયા ને જોતા શીખજે.......
કોઈ મીઠું બોલે , કોઈ કડવું બોલે!!!!
તેનો ભાવાર્થ સમજતા શીખજે.....
તારા પગભર ઉભા રહેતા શીખજે...
નાની કે મોટી કોઈપણ પરિસ્થિતિ માં ......
મનને સ્થિર રાખી , તે પરિસ્થિતિ માંથી....
બહાર નીકળતા શીખજે......???
દુનિયા સાથે કદમ મિલાવવા બધા જ ....
પડકાર હસતે મુખે સ્વીકારતા શીખજે.....
હંમેશા ખુશ રહેજે??.....
તારા સ્વજનો તારી સાથે જ છે.....?????
" વાત્સલ્ય" શું છે તેની તેની અનુભૂતિ કરાવનાર...
તારી "માં"☺??✌?