આજે સાંજે અચાનક જ બજાર મા અમે મળી ગયા
બે મિનિટ તો સમજવા મા ગઈ કે આ હકીકત છે કે એક સપનું
હજી તો આ વિચાર ચાલતો જ તો મન મા ત્યાં
એણે કિધુ , ઓ હાય કેમ છે..??
મે કિધુ , બસ મજામાં ...
બીજું શું કહેવું એ વિચારતી જ તી ત્યાં જ
એણે કિધુ , મારા વગર પણ ... સારું કહેવાય
આ સવાલ સાંભળી ને કહેવાનું મન તો થયું કે ના તારા વગર નથી મજામાં હું ,
આજે પણ એ જ જગ્યા એ રોજ જવું છું જયાં આપણે પહેલી વાર મલ્યા તા ,
આજે પણ મને તારી સાથે વીતાવેલા એ પળ યાદ છે ..
બસ આ બધુ હજી કહેવા જ જતી તી
ત્યાં જ એ બોલ્યો કે ,
ઓ હેલો કયાં ખોવાઈ ગઈ તું ...
ઝબકી ને જોયું તો એની બાજુ મા એક છોકરી ઊભી તી ... મસ્ત એનો હાથ પકડી ને ...
અને એણે કીધું , MEET SHE IS MY Fiancé...
બસ પછી તો શું એજ વિચારો ને કચરા ની જેમ ત્યાં જ ખંખેરી ને ...
મે કિધુ , હા તું કે કેમ છે..??
એનો પણ એ જ જવાબ બસ મજામાં ....