આંખો થી પ્રેમ એ મારા મને બેમોત માર્યો છે,
બનાવી પ્યાસથી ઘાયલ મને બેમોત માર્યો છે..
ઝહા માં રોશની પથરાવી દીપ દિલનો જલાવી,
હવા બની ને આવી ગઈ મને મેબોત માર્યો છે.
લૂંટાવી પ્યારની દૌલત બન્યો બેઘર જમાના માં,
તે તો હસ્તી મિટાવીને મને જ બેમોત માર્યો છે..
કબર એ આવી ગઈ બહાનું ફૂલ નું લઈને,
ત્યાં પણ એને લખ્યું જોયુ કે મને બેમોત માર્યો છે..
એ પ્રેમીનો જનાજો ઉઠી રહ્યો હતો જ્યારે દુનિયાથી,
ગઝલ નો શેર પણ બોલ્યો કે મને બેમોત માર્યો છે..