સવારનો સમય હતો અને હુ કોલેજ જવા માટે નીકળી ગયો હતો.. જેવો હુ કોલેજ પહોચ્યો અને પરિક્ષા ચાલુ થવાની હતી એટલા માં જ એનો મેસેજ આવ્યો કે હવે મને ફોન કે મેસેજ કરતા નઇ...મારાથી હવે ફરી સહન ન થયુ કારણ કે છેલ્લા 3 કે 4 દિવસ થી એનુ વર્તન એકદમ અલગ જ હતુ..
મે હવે એને બિજા દિવસે સવારે મળવા જવાનુ નક્કી કરી લીધુ.બિજા દિવસે સવારે હુ કોલેજ જવાની જગ્યા એ એના ક્લાસ પર ગયો.
હુ એની રાહ જોવા લાગ્યો.પણ એ દેખાઈ જ નઈ. થોડિ વાર પછી જોયુ તો એનો ભાઈ એને મુકવા માટે આવ્યો.હુ તો વિચાર કરતો થઈ ગયો કે આટલા 3 વર્ષ માં કોઈ આ રિતે આવ્યુ ન હતુ અને હમણા અચાનક એનો ભાઈ આવ્યો સાથે.. અને એ પણ એના સાથે ઉપર ગયો.
એ અને એનો ભાઈ બંને ઊભા હતા.. મને થોડિ ગંભીર બાબત લાગી.એટલેહુ ત્યા જ ઉભો રહ્યો... કારણ કે એને કઈ પણ થવુ ન જોઇએ એવુ મે મારી જાત ને વચન આપ્યુ હતુ.
હવે થોડિ વાર થઈ એટલે એનો ભાઈ અંદર ગયો અને એ બહાર ઊભી હતી પણ એકપણ વાર મારા સામે ન જોયુ એણે... શુ એ ભુલી ગઈ હતી કે એ એ જ દિનેશ ઊભો હતો જે કોઇ દિવસ એનો હાથ પકડ્યા વગર કશેપણ બેઠો ન હતો... ?
મિત્રો શુ એ ભુલી ગઈ હતી કે એને ખુશ રાખવા માટે અને એને દુનીયાની બધી ખુશી આપવા માટે પોતાના સ્વજનો જોડે પણ વેર લઈ ને બેઠો હતો.. એ કદાચ ભૂલી ગઈ હતી કે એ આ એ જ દિનેશ હતો કે જે એની મોટામાં મોટી મુશ્કેલીઓને પણ એના સાથે રહી ને પાર પાડતો હતો..
હવે એનો ભાઈ જતો રહ્યો અને એ હવે લેક્ચર માં ગઈ. હુ એની રાહ જોઈને ક્લાસ ની બહાર ઉભો હતો. 2 થી 3 કલાક થયા અને એ બહાર નીકળી.. એ આજુ બાજુ માં નજરો નાખતી હતી પછી એને એમ થયુ હશે કે હુ જતો રહ્યો.
મે હવે એને કોલકર્યાપણ બધા જ કોલ કટ કરતી હતી.અને એજ દિવસ ની જેમ એક છોકરાનો હાથ પકડીને ચાલતી હતી.હવે એ લોકો બધા જ બહાર છુટા પડ્યા અને એ જે છોકરા સાથે ચાલતી હતી એ છોકરો એના 2 થી 3 મિત્રો સાથે ઉભો હતો.. હુ એમની વચ્ચે ગયો અને તરત જ મારાથી રડિ પડાયુ..
મે એ છોકરા પાસે મારી જાન માટે ભિખ માંગી.મને આજે પણ યાદ છે એ ઘટના કે જ્યારે હુ એ છોકરા પાસે મારી ઢીંગલી ની ભિખ માંગતો હતો ત્યારે આખો રોડ જામ થઈ ગયો હતો.એ છોકરાને મે મારી બધી જ વાત કરી.. પછી જ છોકરા એ મને સોરી કિધુ.સાથે એપણ કિધુ કે એ છોકરી એ મને કઈ કિધુ જ ન હતુ તો હુ કઇ રીતે જાણુ.
પણ એણે પછી તરત જ છોકરી ને કોલકરી ને ઉભી રાખી પછી ત્યા મને એના પાસે લઈ ગયો અને એને કિધુ કે આ કોણ છે.મિત્રો એણે જવાબ માં છોકરાને એવુ કીધુ કે આને હુ નથી ઓડખતી.
મિત્રો આ સાંભળિને મારાથી રડાતુ પણ ન હતુ અને કઇ બોલાતુ પણ ન હતુ. બસ બધા મને જોતા હતા. મારા સામે એ જ છોકરી હતી જેણે મારા પાસેથી વચન માંગ્યુ હતુ કે હવેથી મારુ બધુ જ તમે.?
એ મેસેજ આવતી કાલે.??