* " મને મેં "*
# કવિતા #
દરેક વખતે આ મનને મારીને મને મેં જીવતી રાખી,
ઘણુ સમજી વિચારીને મને મેં જીવતી રાખી.

સ્વાથીઁઁ સંબંધો તો જીવવા જ દેવા માગતા નહોતા,
પણ ફરજો નિભાવી મેં મને જીવતી રાખી.

દિલની આગ તો જીવવા જ દેવા માગતી નહોતી,
આંસુઆો ના બિંદુ થી ઠરીને મને મેં જીવતી રાખી.

ગઈ તોફાનમા ફસાઈ મધદરિયે ઘણી વખત,
છતાં ય કિનારે જ છું ધારીને મેં મને જીવતી રાખી.

પ્રતિકૂળતાને પકડી ને અનુકૂળતાના બીબામાં ,
સિફતપૂર્વક ઉતારીને મને મેં જીવતી રાખી.

" ભાવના " ઘણી વાર જીતી જાઉં પણ જીવવું હતુ,
ભયંકર હાર ત્યાં માની મને મેં જીવતી રાખી.........

Gujarati Blog by Bhavna Bhatt : 111052626
Bhavna Bhatt 8 year ago

Tamara Badha no dil thi khubaj Aabhar

Amita Patel 8 year ago

ખૂબ સરસ

Bhateriya Satvantsinh 8 year ago

ભાવનાજી તમારી ભાવના ગજબ છે

aateka Valiulla 8 year ago

ખૂબ સરસ લખ્યું છે...

Shefali 8 year ago

વાહ...superb

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now