કોઈ કહે પ્રેમ માં તો સહયોગ હોય,
કોઈ કહે પ્રેમ માં તો વ્યોગ હોય.
મને એજ નથી સમજાતું પ્રેમ શું છે,કોઈ કહે પ્રેમતો પામવો જ પડે,કોઈ કહે પ્રેમ નો ત્યાગ કરવો પડે.
પ્રેમ નજર થી શરૂ થાય અને હૃદય માં ઉતરે,આગળ જતા ખબર નહિ કયા રસ્તે ઉતરે. પણ ઈચ્છા તો બન્ને માં પામવાની જ હોય છે,તડપવું રડવું આતો ના મળી શક્યા ની વાતો છે બાકી મળીયા પછી તો શ્વાસ લેવાની પણ જગ્યા નથી હોતી.
કાન્હા એ ગોકુળ માં ગોપીયો ને હસાવી સતાવી પછી મનાવી ને હોઠે હાસ્ય ની લહેર કાયમ રાખી, જ્યાં આગળ તમને બેસવા ની વાતો કરવાની હસવા ની જિંદગી ના પાઠ ભણવાની ઈચ્છા થતી હોય ને,એ બધી જગ્યા એ તમે પ્રેમ કરો છો,જેના એક નામ થી તમને દિલમાં મળવા નો ઉમળકો જાગે ને,તમે એને પ્રેમ કરો છો,એ પછી કોઈ પણ સંબંધ હોય.
ફક્ત અજાણ્યા યૌવન સાથે થાય એજ પ્રેમ થોડી છે,એવું હોત તો દુનિયા માં કોઈની આંખે આંસુ જ ના હોત દુઃખ જ ના હોય,કારણ કે તમને હસવા રમવા મળે છે એજ પ્રેમ છે. ખાલી પારકા યૌવન પામવા ની તડપ પ્રેમ નથી, એતો હૃદય માં જાગતી આગ છે,જે બે વ્યક્તિના મળવા થી જ શાંત થાય છે.
ઇશ્ક માં તો કાયદાકીય કાર્યવાહી થાય છે,
બે મળે જીસ્મ અને દુનિયા બળી જાય છે.
Dp,"પ્રતીક"