પ્રસન્નચિતમાંથી મળે છે ખરો આનંદ.
એ વિના ક્યાં સાંપડે છે ખરો આનંદ.

નથી એનો વિરોધી અધ્યાત્મ જગતે,
ભાગ્યશાળીને એ ફળે છે ખરો આનંદ.

સુવિધાને આનંદ માનશો નહિ કદીએ,
સંતોષના મૂળમાં રહે છે ખરો આનંદ.

ઇશ ઉપાસનાને સમર્પણ બુનિયાદમાં,
જાણે આત્મામાં ભળે છે ખરો આનંદ.

આનંદ,સચ્ચિદાનંદ,નિજાનંદ છે પ્રકારો,
પરમના સામીપ્યે જડે છે ખરો આનંદ.

ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક

Gujarati Blog by Chaitanya Joshi Deepak Porbandar : 111051844

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now