છું એક મુસાફર નિર્ભય થઈ , હું સાંજ સવારે ચાલુ છું ...
બુદ્ધિ નું ગજું શું રોકે મને , અંતરના ઈશારે ચાલુ છું ...
પ્રત્યેક વિસામો ચાહે છે , આ મારી સફર થંભી જાયે ...
સમજું છું સમયની દાનત ને , હું એથી જ વધારે ચાલુ છું ...
થાકીને લોથ થયો છું , પણ ક્યારેય નથી બેઠો ....
આ ગર્વ નથી ગૌરવ છે , હું મારા વિચારે ચાલુ છું ...