Gujarati Quote in Blog by Chaitanya Joshi Deepak Porbandar

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તારા મિલનનું મને સતત સ્મરણ રહેશે.
તવાગમનનું મને સતત સ્મરણ રહેશે.

પાંગરી ગઈ વસંત છોને પાનખર હો,
તારાં નયનનું મને સતત સ્મરણ રહેશે.

હતી સપ્તરંગી સજાવટ વસ્ત્રાભૂષણે,
તારાં વસનનું મને સતત સ્મરણ રહેશે.

ઉચ્ચાર્યાં તેં જયાં મધુવેણ જબાનથી,
તારાં વચનનું મને સતત સ્મરણ રહેશે.

હતી મહેર વિનસની કે બહાર છેડાયો,
તવાચમનનું મને સતત સ્મરણ રહેશે.

ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '

Gujarati Blog by Chaitanya Joshi Deepak Porbandar : 111051435
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now