તમારા રંગે પ્રિયે હું કેવો રંગાયો છું,
મળ્યા તમે પણ હું જાતે ખોવાયો છું.
પોતાનું અસ્તિત્વ છોડી પ્રેમમાં જુઓ,
હું તમે બનીને તમારામાં સમાયો છું.
મોહક અદાઓનો જાદુ ચાલી ગયો,
ભાગ્યમાં તમારા હું સદા લખાયો છું.
જ્યાં જશો ત્યાં મને પામશો કાયમ,
તમને સ્પર્શતો તમારો પડછાયો છું.
શ્વાસ, ધબકાર, રુધિર જે ગણો 'સાહિલ'
જિંદગીના દર ક્ષણમાં હું છવાયો છું.