હાઈકુ :
ભારતીય સમાજ : મારી નજરે : હકીકત અને એના ઉપાયો એક પછી એક
૧)
અમે બે અને
અમારા બે જ ફાવે
માં-બાપ નહીં !!!!
*******
દિકરો હોય
કે દિકરી , આપવા
સંસ્કારો સૌને
********
૨)
વહુને લાગે
વ્હાલો વર, સાસુજી
અળખામણા !!!
******
સાસુ મટીને
એકવાર માં બનો,
માતૃત્વ દીપે !
******
૩)
પુત્ર વંશને
વધારે, પુત્રી ફક્ત
વધારાની જ !!!!
******
પુત્રી દિલની
ધડકન છે અને
પુત્ર - મગજ !
?