મભમ ઉભી છું બંધ મુઠીના સહારે સહારે,
બળ કરશો તો વટ થશે, ખુલશે એ સહકારના ઈશારે ઈશારે...
માથું ટેકવ્યું છે વસંત માટે મજારે મજારે,
વાંસ જેમ નહિ, વેલ જેમ વીંટળાવ તો ખીલત ઉંબરા મોજારે મોજારે,
આંકડાના ક્ષીર પી જઈ ઉભા સવારે સવારે,
ટીપું અમીનું પી ને પણ, ઘા જેવું લાગે કુવાડે કુવાડે,
પાનખર ભૂલી નથી ટકોરા મારવા બહારે બહારે,
નામ ફૂલ તોય ભોંકાય છે એ જનાજે જનાજે...