Gujarati Quote in Blog by Chaitanya Joshi Deepak Porbandar

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કોઈના સદગુણ જોઈને જિંદગી જીવવા જેવી છે.
કોઈના અવગુણ ભૂલીને જિંદગી જીવવા જેવી છે.

સર્વગુણસંપન્ન મળવો મુશ્કેલ બ્રહ્માની આ સૃષ્ટિમાં.
મળેલાંને માણી લઈને જિંદગી જીવવા જેવી છે.

માનવ અવતાર એ જ શ્રેષ્ઠ બક્ષિસ છે પરમેશની,
એના જેવા કદી થઈને જિંદગી જીવવા જેવી છે.

નથી મઝા કોઈ પાસેથી સતત લઈને માણવામાં,
ક્યારેક બીજાને દઈને જિંદગી જીવવા જેવી છે.

નિયમની જડતા હરહંમેશ સ્વીકાર્ય નથી હોતી,
સરિતાવત્ વળી વહીને જિંદગી જીવવા જેવી છે.


ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '

Gujarati Blog by Chaitanya Joshi Deepak Porbandar : 111050210
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now