તારું સાનિધ્ય મને હરહંમેશ યાદ રહેશે.
તારું સામીપ્ય મને હરહંમેશ યાદ રહેશે.

મારા જીવનની ખૂટતી કડી બની રહી તું,
તારું પ્રાબલ્ય મને હરહંમેશ યાદ રહેશે.

આભાર ઇશનો કે મુલાકાત શક્ય બની,
તારું અધિપત્ય મને હરહંમેશ યાદ રહેશે.

થયું આગમન તારુંને વિનસે પુષ્પો વેર્યાં,
તારું આતિથ્ય મને હરહંમેશ યાદ રહેશે.

નેત્રોની પરિતૃપ્તિ થઈ કેવી વરસી રહ્યાં,
તારું નૈકટ્ય મને હરહંમેશ યાદ રહેશે.

જીવનબાગની પાનખરે વસંત પ્રગટાવી
તારું સાતત્ય મને હરહંમેશ યાદ રહેશે.

ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '

Gujarati Blog by Chaitanya Joshi Deepak Porbandar : 111049872

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now