#મોત_હવે_થપ્પડ_મારી_જીવ_લઇ_જાય_છે .
આજ ની આધુનિક દુનિયા માં માણસો એટલા હોશ્યાર બુદ્ધિશાળી થઇ ગયા છે. કે તેમની નાની હરકત પણ એમને સામાન્ય લાગે છે.
એક તો મોબાઈલ ફોન,એમાં પણ સ્માર્ટ હોય એટલે માણસ,છતાં દિમાગે અક્કલ વગર નો સાબિત થાય છે. જ્યાં જુવો ત્યાં બસ સેલ્ફી,,,સેલ્ફી,,,સેલ્ફી,,,એવું લાગે કે જાણે,એજ આ દુનિયા ના સહુથી મોટા હીરો છે,એવી રીતે સેલ્ફી ખેંચે છે.
સેલ્ફી ખેંચવાના ઉત્સાહ માં દર એક દિવસ,માણસ મોત ને ભેટ થઇ જાય છે,હિલ સ્ટેશન હોય,ટ્રેન હોય,કે પછી high way હોય,દરેક સ્થળે તમને આવા નમુના જોવા મળે જેમની અક્કલ સેલ્ફી ખેંચવા ની ઉત્સુકતા માં ઘાસ ખાવા જતી રહે છે.
માણસ સેલ્ફી શા માટે ખેંચે છે,તમને ખબર છે??? માત્ર ને માત્ર એક like માટે જ સેલ્ફી ખેંચી ને સોશિયલ મીડિયા માં મૂકે,પછી like આપવા વાળા એમના જેવા જ હોય છે. કોમેન્ટ માં લખે પાછા "જોર ભાઈ," nice bro"supper pic" આવા કોમેન્ટ કરે,પણ એકવાર એવું ના કહે કે,એ ભાઈ આ એક like માટે તારી life ને શુકામ દાવ પર મૂકે છે, આવો ઠપકો કોઈ ના આપે બસ જોઈ ને રાજી થાય અને એ પણ પાછા આમની કોપી કરે એને સીધા ઉપર ની ટિકીટ કપાવી લ્યે.
હજાર સેલ્ફી પડાવો, પણ હાર પહેરાવવા માટે તમારો એક જ ફોટો રાખશે તમારા ઘર ના,એ ધ્યાન માં રાખજો.
Dp,'પ્રતીક'