હા તને, તને, અને તને જ તો ચાહું છું
બસ એકરાર કરતા નથી આવડતું.
માન્યું કે પ્રેમ આંખો થી બયાં થતો હશે
પણ તારે મન તો મારા શબ્દો ની કિંમત જ હશે.
હા જાણું, જાણું અને તને જ તો જાણું છું
બસ લાગણીઓ ને વાચા આપતા નથી આવડતું.
માન્યું કે હ્રદય મા અપાર લાગણીઓ છે
પણ તારે મન તો મારા શબ્દો ની કિંમત જ હશે.