તને ચાહીને ઝંખનારની જગત ટીકા કરે છે.
તને ચાહીને પામનારની જગત ટીકા કરે છે.
એમ નથી કૈં સરળ તને ચાહીને પામવાનું ,
તને ચાહીને સમજનારની જગત ટીકા કરે છે.
' હું ' માંથી ' તું ' થૈ સર્વસમર્પણની વાત છે,
તને ચાહીને પ્રાર્થનારની જગત ટીકા કરે છે.
આમ તો અસમર્થ છે તને આંબવામાં એ,
તને ચાહીને હરખનારની જગત ટીકા કરે છે.
નહીં સહી શકે દુનિયા વધતી ઊંચાઈ તારી,
તને ચાહીને વદનારની જગત ટીકા કરે છે.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક "