આંખોના એ ઈશારાઓ સાચા હતાં ,
લાગણી ના ઈરાદાઓ સાચા હતાં .
હૈયા ને કાયમ ઠંડક પહોચાડતા ,
ઝરુખા ના નઝારા ઓ સાચા હતાં .
જોડે લઇ ને જે હંમેશા ફરતાં હતાં ,
આજુબાજુ પસારા ઓ સાચા હતાં .
પ્રેમ ના જામ માં ડૂબી સુનારા તે ,
શાયરો ના જનાજા ઓ સાચા હતાં .
જિંદગી ના નૃત્ય સામે હારી ગયાં .
તાલ સાથે નગારા ઓ સાચા હતાં .