Gujarati Quote in Blog by Neer

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

નિર્દોષ આંશિક

પ્રેમ...

હા પ્રેમ નું અવલોકન ખૂબ જ સરળ છે. જ્યારે કોઈ એક તરફ નાં પ્રેમ માં હોય ત્યારે તો વધારે સરળ હોય છે.. તમે સરળતા થી જાણી શકો કે આ મનુષ્ય પ્રેમ માં છે. આવું જ એક અવલોકન મેં કર્યું તું જ્યારે હું સ્કૂલ માં હતો... મારા મિત્રનું... બસ એજ મિત્રની આ વાત છે... સ્કૂલ ના ભણતર માં ક્યાંક મારો મિત્ર પ્રેમ ની નદી માં નહાવા માટે ઉત્સાહિત હતો. જાણતો હતો કે આ પ્રેમ ડુબાડી પણ શકે છે. પણ પ્રેમ અને જંગ આમંત્રણ વગર ની ઘટનાઓ છે. પછી શું હતું મારા મિત્ર ને નદી ની શોધ કરવાની જરૂર જ નહોતી. નદી સામે ને મારો મિત્ર કિનારે બેસી રહે ને જોયા કરે. હું જાણું કે પ્રેમ માં મારો મિત્ર ઘેલાઈ ગયો છે. પછી તો દિવસો ને રાતો, મહિના ઓ ને વર્ષો વીતવા લાગ્યા. પ્રેમી સાથે મિત્રતા બંધાઈ ગઈ. એક તરફ નાં પ્રેમ સાથે બે તરફી મિત્રતા બંધાઈ. તહેવારો, ઉત્સવો, પ્રસંગો ઉજવાતા ગયા. પ્રેમી સાથે મિત્રતા ઘાડ બની. ને ત્યારે અજાણ્યા વરસાદ ના વાયરા ફૂંકાયા. જે નદી ના કિનારા પર બેઠો બેઠો મારો મિત્ર પગ ને હથેળી ભીંજાવતો હતો ત્યાં એકા એક તે નદી વરસાદ ના તોફાન સાથે સમુદ્ર ને મળી ગઈ. નદી ને હવે સમુદ્ર નો સાથ મળ્યો. મારો મિત્ર પ્રેમ ને મિત્રતા બંને ખોઈ ચૂક્યો. જે રીતે પહાડ ની ટોચ પર રહેલા નાનકડા ઝાડ ને જે આખું શહેર દેખાતું હતું એજ ઝાડ વાવાઝોડા માં ભૂમિ ભેગું થઈ ગયું. એજ રીતે મારો મિત્ર પણ ભૂમિ ભેગો થઈ ગયો.. નિરાશ થઇ ગયો. હતાશ થઇ ગયો... પણ... આંખો માં પાપણ ને ભીંજવી જાય એવા અશ્રુ રાખી ને હોઠ પર સ્મિત રાખી નદી ને વિદાય આપી... આજે પણ મિત્ર બાજુ જોતા એક સવાલ થાય છે કે શું મારા મિત્ર ને ફરી એજ નદીનો અવાજ હજુ સંભળાતો હસે.???... શું જાણે.. શું જાણે...

??

Gujarati Blog by Neer : 111048648
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now