Quotes by Neer in Bitesapp read free

Neer

Neer

@niravsuthar142450


તેણી આંખોમાં જાદુ હતો તેથી તારાઓ પણ ઈર્ષ્યા કરતા હતા. ❤️

સમય ખૂબ જ ચતુર હોય છે. વાતો ની મજા હોય તો ઝડપથી આગળ વધે છે. નહીં તો ધીમે.

?

પ્રેમ તો "અધૂરો" જ સારો... "પૂરો" થઈ જાય એ પ્રેમ શું..?
❤️

જો તમે જીવનમાં પાછળ વળીને જોયા કરશો. તો સામે ચાલી રહેલાં સારાં સારાં પળ ને જોઈ નહીં શકો.
?

મિત્ર...

મિત્ર બનો તો કર્ણ જેવા બનો.. કેમ કે તે જાણે છે કે તેનો મિત્ર ખોટો છે.. સામે યુધ્ધ માં ભગવાન કૃષ્ણ છે નાના ભાઈ ને ભત્રીજા ઓ છે...... મૃત્યુ નક્કી છે...

તો પણ મિત્રની સાથે અખંડ ઊભો રહે છે.....

Read More

પ્રેમ તો થયો છે.. આંખો મળે છે ને સ્મિત રેલાઈ છે .. ❤️❤️

આપણી સંસ્કૃતિ પેન્સિલ ની છે. ભૂલ થાય તો રબ્બર થી ભૂંસી સુધારી શકાય. વિદેશી સંસ્કૃતિ પેન ની છે ભૂલ થાય તો ચેકો મારવો પડે કાંતો પેપર ફડવું પડે.
?

Read More

કરમ

સારા કામમાં કે પછી ખોટા કામમાં ક્યાંક ને ક્યાંક આ શબ્દ સાંભળવા મળતો હોય છે. જેમકે " તને તારા કરમ નડે છે " , "તે સારા કરમ કર્યા એટલે તને મળ્યું" વગેરે... પણ હકીકત શું છે આ કરમની.. કેમ સારા માણસ કરમમાં માને છે ને ખોટા માણસને કોઈ ભય હોતો નથી કરમનો. જાણે નાં જાણે આપણે જોયું છે કે અમુક વ્યક્તિ બહું ખરાબ હોય તો પણ એની સાથે બધું સારું થતું હોય છે. શું એ એના પાછલા જીવન ના સારા કરમ હશે..? ના સાહેબ.. ના.. એવું નથી હોતું. કરમ તો સાવ તાજું હોય છે જે આજ જનમમાં પૂરું કરવાનું હોય છે. ને એને સમજવું પણ સાવ સહેલું છે. લોકો માને છે કે કરમ એક ત્રાજવું છે. ને એ ત્રાજવા ના બે પલ્લા હોય છે. એક માં સારા કરમનું પલ્લુ ને બીજા બાજુ ખરાબ કરમનું પલ્લુ.. સાચી વાત છે.. પણ ત્રાજવાનો એક ગુણધર્મ છે કે જ્યારે બંને પલ્લા ખાલી હોય ત્યારે તે સમાન સ્થિતિમાં હોય છે એટલે સ્થિર હોય છે. ના કોઈ પલ્લુ ઊંચું.. ના કોઈ નીચું.... અને જ્યારે બંને પલ્લામાં જુદું જુદું માપ ઉમેરો ત્યારે તે અસ્થિર બને છે ને ઉપર નીચે થવા લાગે છે. ત્યાં સુધી જ્યાં સુધી તે માપ માપી શકે ને વધારે ઓછું જાણી શકે. પછી એ એ પલ્લા બાજુ નમે છે જ્યાં માપ વધારે હોય છે. ને ત્યાર બાદ વધારે માપ વાડા પલ્લા માંથી માપ કાઢી લેવામાં અવે છે ત્યાં સુધી જ્યાં સુધી બંને પલ્લા સ્થિર ના થાય.. હવે આજ સ્થિતિ ને એક સારા માણસનાં જીવન સાથે સરખામણી કરો. સારા માણસનાં કરમનાં બંને પલ્લા સ્થિર છે. ક્યાંક કોઈ ખરાબ કામ થતાં પલ્લા અસ્થિર બને છે. એના જીવનમાં ક્યાંક પરિસ્થિતિ થોડી દુઃખદ બને છે. પણ ક્યાં સુધી.? જ્યાં સુધી એજ ખરાબ કામના માપ જેટલું સારું કામનું માપ બીજા પલ્લામાં નાં ઉમેરાયું હોય ત્યાં સુધી. ત્યાર બાદ ફરી સ્થિતિ સ્થિર બને છે. અને જો સારા કામ કરતા રહેશો તો જીવનનું પલ્લુ સારા કરમ થી ભરાતું રહેશે... હવે તમે વિચારતા હશો કે આતો બહુ સહેલું છે. કે જેટલા ખરાબ કામ કરો એટલા સારા કામ કરી દેવાના.. વાત સાચી.. પરંતું એક પલ્લામાં એક કિલો લોખંડ મૂકો ને બીજામાં એક કિલો રૂ મૂકો તોજ પલ્લા સ્થિર થશે. હવે વિચારી લેજો કે ખરાબ કામ લોખંડ જેવું હશે તો સારા કામનું રૂ કેટલું ભેગું કરવું પડશે. વિચારી લેજો. હવે તમે કહેશો કે એ ખરાબ માણસ નું શું જેને કરમ નડતું નથી. જે ખરાબ કામ કરીને પણ સુખ ભોગવે છે.. ના એવું નથી. ખરાબ માણસનાં ત્રાજવાનું એક પલ્લામાં ખરાબ કામ એટલું ભેગું થયું છે કે ત્રાજવું હલી શકે તેમ નથી.. ને હલી નાં શકે તો દુખ સુખનો હિસાબ કઈ રીતે માપી શકાય. પરંતું.. એક દિવસ ત્રાજવું તૂટી જશે. એતો નિશ્ચિત છે.. હવે એ જાતે તૂટે કે ઇશ્વર તોડે એ ખબર નહી. મારી દ્રષ્ટિએ આ છે કરમ ની સાચી સમજ. હવે તો ત્રાજવા પણ ડિજિટલ થવા લાગ્યા છે સાહેબ... એટલે ઇશ્વર પણ ડિજિટલ થઈ ગયા હશે. પરંતુ ઇશ્વરથી ડરવાની જરૂર નથી. જો ત્રાજવું સ્થિર રાખવું હોય તો સારા કામ કરો... રાતે સૂતા પહેલા ઇશ્વર પાસે દિવસમાં થયેલા ભૂલ ની માફી માંગો.. ને સવારે ઉઠીને ઇશ્વરનો આભાર માનો કે એમને તમને માફ કર્યા....
?

Read More

ખરેખર.


કાલે રાત્રે મેં પપ્પા પાસે ટીવી જોવા રિમોટ માગ્યું. પપ્પાએ ના પાડી દીધી.



ખરે ખર યાર.... રાહુલ ગાંધી જેવું ફીલ થવા લાગ્યું....

?????

Read More

જીવ તો ભગવાનનો પણ નથી ચાલતો પોતાના બાળકોને તકલીફ આપવાનો.. પરંતુ.. ભગવાન પણ જાણે છે કે પોતાનો બાળક તકલીફ સહન કરી આગળ વધશે....

તો ભગવાન ને નિરાશ ના કરતાં... ?

Read More