તરુવર નિસ્વાર્થ ફળે છે પરોપકાર કરીને.
સંત સૌ નિસ્વાર્થ જીવે છે પરોપકાર કરીને.
જીવન બની જાય સુગંધિત પરકાજ જીવે,
સરિતા નિસ્વાર્થ વહે છે પરોપકાર કરીને.
સહી સઘળો ભાર ધરા આશ્રય આપતી,
અવની નિસ્વાર્થ રહે છે પરોપકાર કરીને.
ઊભા અડીખમ ધુરંધર અંબરને આંબતા,
પર્વત નિસ્વાર્થ ટકે છે પરોપકાર કરીને.
આભ ઉજાળતો રવિ તેજતપને અર્પતો,
સૂરજ નિસ્વાર્થ તપે છે પરોપકાર કરીને.
પરોપકાર સદૈવ કાર્ય કરતાં ધન્ય જીવન,
સજ્જન નિસ્વાર્થ રહે છે પરોપકાર કરીને.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '