Gujarati Quote in Blog by Chaitanya Joshi Deepak Porbandar

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મારા હાથમાં રેખાને હું સતત જોઉં છું.
રખેને કોઈક સખાને હું સતત જોઉં છું.

જીવાડે જન્મ આપી, વળી પોષણ કરે,
શકેને અલ્લારખાને હું સતત જોઉં છું.

નથી ભાન જેને દુનિયાદારીનું થૈ પાગલ,
એમાં દિલ ચોખ્ખાંને હું સતત જોઉં છું.

ગળી જાય ઘૂંટ અપમાનના તોય ચૂપ !
મનમાં ધોમધખ્ખાને હું સતત જોઉં છું.

હોય જેના વર્તને નેકી વરતાતી સદાએ,
એવા આખેઆખ્ખાને હું સતત જોઉં છું.

ચૈતન્ય જોષી પોરબંદર.

Gujarati Blog by Chaitanya Joshi Deepak Porbandar : 111048128
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now