Gujarati Quote in Blog by Nirav Patel SHYAM

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મને ગમે છે તારી સાથે રહેવું
તારી સાથે સતત વાતો કરવી
તારામાં જ ખોવાયેલા રહેવું
તું બોલે ને તને સાંભળ્યા કરવું
તું કંઈ પૂછે ને મારું જવાબ આપવું
તારી આંખોમાં મારા માટે નો પ્રેમ જોવો
અજાણતા તારા હાથનો સ્પર્શ થવો
છૂટા પડતી વેળાએ હાથમાં હાથ આપવો
જતાં જતાં પણ પાછું વળી મને આવજો કહેવું
મને છોડીને જવામાં તારી આંખોનું નિરાશ થવું
મારુ પણ દૂર જઈ અને ફરી એવા દિવસની આશા સેવવી
જીવન ઘણું લાબું છે,
હજુ ઘણી વખત આપણે મળીશું,
હજુ તો ઘણી વાતો કરવી બાકી છે
હજુ ઘણું બધું આપણી વચ્ચે ખૂટે છે
છતાં સતત તને જ ચાહતા રહેવાનું
તારી જ યાદોમાં ખોવાયેલા રહેવાનું
તારા માટે કંઈપણ કરી છૂટવાનું
મને ગમે છે
કારણ કે મને તું ગમે છે..

@શ્યામ #nick

Gujarati Blog by Nirav Patel SHYAM : 111048106
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now