મારી ચિંતા આટલી બધી
શીદને તું કરે છે...???
હું ખુશ થાઉં એના માટે તારી ખુશી
શીદને તું ત્યજે છે...???
મારા સલામતી માટે સામા વહેણમાં
શીદ ને તું તરે છે...???
હું શાંત રહું એના માટે અશાંત
શીદ ને તું રહે છે...???
મારા લડાઈ માટે આમ જાત સાથે
શીદને તું લડે છે...???
હું સ્થિર થાઉં માટે હાથ પકડી પાપા પગલી શીદ ને તું ભરે છે...???
આ જીવનમાં મારા માટેજ પૂર્ણતા
શીદને તું ભરે છે...???