#હજુ બાકી છે.
હજુ આ વરસાદ માં ભીંજવા નું બાકી છે.
જાણે હજુ આ વરસાદ ને વરસવા નું બાકી છે.
બાકી છે હજુ ઘણાં વાદળ ના આગમન ની.
પણ જાણે ક્યાંક આકાશ ને વાદળ ના મેળાપ બાકી છે.
આ સૂર્ય ના દેકારા માં વૃક્ષોના છાયા બાકી છે.
ક્યાંય એ રહી ગયાં ને ક્યાંક એ જોવાના બાકી છે.
બાકી છે હજુ ઘણાં વૃક્ષો ના આગમન ની.
પણ હજુ ત્યાં તો ઘણાં વૃક્ષો ના ઉછેર બાકી છે.
લીલાં છમ જંગલો માં પક્ષીના મધુર સ્વર બાકી છે.
માળા અનેક છે તો ક્યાંક મિલન બાકી છે.
બાકી છે હજુ ઘણાં પક્ષીઓ નાં મધુર સ્વરની.
ત્યાં તો ઘણાં માળની અંદર જીવન બાકી છે.
શાંત છે દરિયો, હજુ તોફાની મોજા બાકી છે.
નૌકા ના તરવૈયા કાંઠે લાવવાના બાકી છે.
બાકી છે હજુ નાવીકો ના આગમન ની.
પણ હજુ ત્યાં તો પરિવારનાં ભૂખ્યાં પેટ બાકી છે.