તું મુજને તુજ થી જોડી દે,
કા એકલો મજધાર છોડી દે.
જે થશે એ રબ ની મરજી,
છે તારી મરજી શું બોલી દે.
ખજાને મારે કઈ ખોટ નથી,
દિલ તારું બિન્દાસ ખોલી દે.
રાખી ક્યાં મેં,લાલચ તારી કદી,
તું તારી થા મારી પરવા મેલી દે.
હું તો છું બિન્દાસ મન મોજીલો,
તું પણ મન માંગે એ કરી દે.
નહીં કરું હું જીદ કસમ થી,
જે આપી કસમ એ તોડી દે.
બીજું તો શું છે જીવન પ્રતિક તું,
જીવવા માટે એક ક્ષણ આપી દે.
Dp,"પ્રતીક"