*શબ્દ*
અને તે તેણીની સામે ઊભો હતો. માર્કેટમાં થતી લોકોની અવરજવર, વાહનોના હોર્ન નો અવાજ આમાંનું કંઈ જ તેમને ડિસ્ટર્બ નહોતું કરતું. અને ડિસ્ટર્બ કરી પણ કેમ શકે..? જ્યારે બંને એકબીજાના પ્રેમને 5 વર્ષ પછી જોઈ રહ્યા હોય.
તેણે બોલવાનો પ્રયત્ન કર્યો પણ હ્રદયમાં ધરોબાયેલી લાગણીઓના ભારે જીભને ઉપાડવા જ ન દીધી.
તેણી એ પણ કંઇક વાત કરવાનું વિચાર્યું, પરંતુ તે જાણતી હતી કે બહુ જ જલ્દી તેના આંસુઓ તેના શબ્દોનું સ્થાન લઈ લેશે.
બંને જ્યારે છુટ્ટા પડ્યા ત્યારે માત્ર તેમની થેલીઓ જ નહોતી ભરેલી પરંતુ હૃદય પણ લાગણીઓથી ભરેલું હતું.