બસ એક ઉઝરડો જીવન નો,
ના તું સમજે નાં કોઈ.
નિયમ કહે છે કિસ્મત ની રમત નો,
એકાદ ચાલ તો આવી હોય.
જ્યાં સ્વીકાર થી મતલબ હોય સમજ નો,
ત્યાં અર્થ અર્નથ શું હોય?
જીવન હોય પણ જીવ ના હોય,
ને જીવ હોય તો વધુ શું હોય?
ઘોળી ને પી આ ઉઝરડાં ને,
એ કિમિયા સિવાય વ્યર્થ બધું હોય.
- ભુમિ પંડ્યા