*ચાલ જીવન નામે પેપરને લીક કરી જોઈએ.*
*ને આઈ.એમ.પી મળે તો ક્લીક કરી જોઈએ.*
*દુઃખ નામના દાખલાઓ ગણતા ફાવે નહીં.*
*તો કૃષ્ણ નામની કાપલીની ટ્રીક કરી જોઈએ.*
*સપ્લીમેન્ટરી સ્વાર્થની આખી ભરીને શું થશે?*
*પરમાર્થ નામે પ્રશ્નો પહેલાં પીક કરી જોઈએ.*
*કોર્સ બહારનું પૂછવામાં પરમેશ્વરને આવે મઝા*
*તૈયારી ત્રિકમને તૃપ્ત કરવા ક્વિક કરી જોઈએ.*
*ને ફોડેલાં પેપરમાં કશું જો સમજાય નહિ તો*
*‘હરિ ઇચ્છા’ નામે ખાનામાં ટીક કરી જોઈએ.*