ઉજવીએ લાભપાંચમ સૌ સાથે ભલા થઈને.
ઉજવીએ લાભપાંચમ દુઃખમાંય સાથ દઈને.
માનવધર્મ સૌથી સવાયો ખુદ હરિ જેને સરાહે,
ઉજવીએ લાભપાંચમ એકમેકને સમજી જઈને.
ન કેવળ મંદિરમાં વસે પરમ પિતા પરમેશ્વર તો,
ઉજવીએ લાભપાંચમ જનેનનમાં પરખી રહીને.
લાભ સાચો ત્યારે જ માનીએ બાંટીને ખાઈએ,
ઉજવીએ લાભપાંચમ મુખે પરાવાણી બોલીને.
અણહકનું ના લઈએ કદી મહેનતે વિજય વરીએ,
ઉજવીએ લાભપાંચમ જીતીનેપણ ઝૂકી જઈને.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક