સમયનું ઘર શોધતા વરસો ગયાં,
ગમતુ સરનામું વાંચતાં વરસો ગયાં,
દોષ એમા ક્યાં છે રસ્તાનો ભલા,
એક કેડી છોડતાય વરસો ગયાં,
પળ પછી પળ નીકળી ગઈ આંખથી
એક પળને રોકતા વરસો ગયાં,
ભાગ્યશાળી ટેરવા છે તે છતાં
સ્પર્શ પાસે પહોંચતા વરસો ગયાં,
જીંદગીને વહેંચવા બે ભાગમાં
પાન પીળું તોડતા ય વરસો ગયાં,
...અજ્ઞાત