ભૂતકાળની ઘટનાઓનો ચિતાર આપે છે ઈતિહાસ.
જાણે કે વર્તમાનને આવકારી બોલાવે છે ઈતિહાસ.

આમ જુઓ તો સમય બદલાયાની વાત કહેનારો,
પ્રયત્ન અને ભૂલ દ્વારા સૌને શીખવે છે ઈતિહાસ

માનવમનનો જબરદસ્ત અભ્યાસ એના પાનેપાને,
પુનરાવર્તન અને પરિવર્તનની વાત કહે છે ઈતિહાસ.

સાંપ્રત માટે બની જાય છે માર્ગદર્શન આપનારો એ,
ભાવિની રુપરેખામાં સહાયક કેવો બને છે ઈતિહાસ.

અનુભવઅમૃત પીરસે છે પ્રત્યેકને ડોકિયું કરે જ્યાં,
હરકોઈને બંધબેસતો કેવો આખરે આવે છે ઈતિહાસ.

ચૈતન્ય જોષી પોરબંદર. 'દીપક '

Gujarati Blog by Chaitanya Joshi Deepak Porbandar : 111046570
Payal Bodar 8 year ago

tamaru badhu lakhan satya ni ghani najik ane sachot hoy chhe ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now