Gujarati Quote in Blog by Chaitanya Joshi Deepak Porbandar

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પશ્ચિમે આથમેલો સૂર પ્રભાતે પૂર્વમાં દીસે કુદરતની કરામત.
ક્ષીણ થયેલો શશી પૂર્ણિમાએ ખીલતો હશે કુદરતની કરામત.

સૂર્યમુખી પુષ્ષ સદા રવિગતિને અનુસરશે કુદરતની કરામત.
નિદ્રાધીન વીણઆંખે સ્વપ્નમાં વિચરશે કુદરતની કરામત.

શીશુ નિજગૃહથી જ માતૃભાષા બોલશે કુદરતની કરામત.
પ્રભાતે ઝાકળબિંદુઓ ક્ષુપને ચોખ્ખાં કરશે કુદરતની કરામત.

નિશાએ બંધ આંખ પ્રભાતે સહજ ખૂલશે કુદરતની કરામત.
બાળની સમસ્યા માતા વગરકીધે સમજશે કુદરતની કરામત.

ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '

Gujarati Blog by Chaitanya Joshi Deepak Porbandar : 111046072
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now