Gujarati Quote in Blog by Chaitanya Joshi Deepak Porbandar

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ભક્તના ઉરના ઊંડાણેથી પ્રગટે છે ભક્તિ.
ખુદ ઇશ્વરને પણ પરવશ બનાવે છે ભક્તિ.

પ્રથમ સોપાને અહં ઓગાળવાની વાત છે,
ઇશથી થતી એકરુપતાથી શોભે છે ભક્તિ .

માયાનું વળગણ છૂટી જાય મનની ભીતરે,
અનુસંધાન પ્રભુનું પામીને દીપે છે ભક્તિ.

દ્વંદ્વો જગતના સહજ જાય છે છૂટી એને,
વૈર વૈમનસ્ય નિવારી આગળ ધપે છે ભક્તિ.

લોકનજરમાં ગાંડામાં ગણતરી થાય ભક્તની,
ખુદ પરમેશને હરાવી આખરે જીતે છે ભક્તિ.

ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '

Gujarati Blog by Chaitanya Joshi Deepak Porbandar : 111046063
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now