અેકલી એકલી ફળિયામાં
રમતી હતી બહેન એકલી એકલી ફળિયામાં,
ઘટી કિંમત તેની જ્યારથી ભાઈ આવ્યો ઘોડિયામાં.
બહેનને કહે તારે નહિ વધુ ભણવાનું,
ભાઈ નાનો છે છતાં તેની પોલિસીઓ ભરવાની.
બહેન કહે કયાં છે ભાઈ મારે તો જોડે રમવું છે,
અલી રમવાનું મૂક તારે તો બીજે ઘેર ઘરણું છે.
ભાઈ સો ભૂલ કરે તો તેને મળે મોંઘી માફી,
મારી એક ભૂલે મને મળે મોટી સોટી.
હું ડેલીએ ઊભી રહી તો દાદી કહે તે તો નાક કપાવી નાખ્યું,
ભાઈ ચોકે જઈ ઝઘડા કરી આવે તો યે કહે " મારો લાલો તો ડાયો ડાયો"
ઈશ્વરે નથી કયૉ દીકરા દીકરી વચ્ચે ભેદભાવ,
પછી માનવી ની દૃષ્ટિ શા માટે ન રાખે સમભાવ??