ના કોઈ ઘરે આવ્યું,
ને ના કોઇને મળવા ગયા;
ટેબલ પર કાજૂ-બદામ ને પીસ્તા,
જેમના તેમ જ પડ્યાં રહ્યા...

એ જ ટેબલક્લોથ છે,
ને હવે ના ચાદરો બદલાય છે;
આમ પણ પહેલાંની માફક,
ક્યાં હવે કશું યે થાય છે ? ...

ઘૂઘરા, મઠિયા ને મોહનથાળ,
ના કોઇ હવે ખાય છે;
બસ, થોડી સુગર ફ્રી મીઠાઇ,
ડીશમાં પીરસાય છે. ...

બારણે પ્લાસ્ટિકના તોરણ,
ને સ્ટીકરમાં લાભશુભ;
લક્ષ્મી પગલાં ઉંબરે,
ક્યાં કંકુથી હવે દોરાય છે ?...

એ નવા કપડાની જોડી ,
ને બૂટ પર પાલીશ કરી;
બોણીની આશા લઇને,
ક્યાં હવે ઘર ઘર ગણાય છે? ...


.... વોટ્સએપ્સના સૌજન્યથી??
તારામંડળ, ભોંય ચકરી,
કોઠી ને રોકેટ;
એ ભીંત ભડાકા ને લૂમ ટેટાની,
ક્યાં હવે રસ્તે ઠાઠથી ફોડાય છે?...

સાપની ટીકડીનો એ,
શ્વાસમાં જતો કાળો ધૂમાડો;
આજે સ્મરણોની શેરીમાં,
ચારેકોર પથરાય છે....

હા, સમયના બદલાવ સાથે,
કેટકેટલું બદલાય છે?
તો ય જાણે એવું લાગતું,
કે ભીતરે કૈંક ગૂંગળાય છે...
એ પણ દિવસ હતા,
ને આ પણ દિવસો છે,,,,,??

Gujarati Shayri by Umakant : 111045750
Umakant 8 year ago

ક્ષમા કરશો, યશના ખરા ભાગીદાર વોટ્સઅપ્સના મિત્રો છે?

Ketan 8 year ago

વાહહ ખુબજ સરસ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now