જિંદગી ની બાજી દિલ થી તું રમી લે,
લાગણી ની બાજી દિલ થી તું રમી લે.
આભ માં આજે તું સંતાકૂકડી રમે
વાદળી આ બાજી દિલ થી તું રમી લે.
પાનખર ની રુંતુ ખીલી છે વસંતે
પાંદળી આ બાજી દિલ થી તું રમી લે.
છે પથારી માં છતાં મન સાંભળી લે
માંદગી આ બાજી દિલ થી તું રમી લે.
જંગલી વન માં રહેવું છે અશક્ય ત્યાં
હાથણી આ બાજી દિલ થી તું રમી લે.
૬-૧૧-૨૦૧૮