Gujarati Quote in Motivational by Dp, pratik

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#શબ્દોમાં_મીઠાસ_હોવી_જરૂરી_છે .

20મી સદી, એક ગામ થી બીજા ગામ,મહેમાન ગતિ કરવા જતા,મોભાદાર માણસ ને માન આપવા માં આવતું.

એક ઘરે મહેમાન ગતિ કરવા ગયા હોય,અને બીજા ઘરે જાણ થાય કે ફલાણા ઘેર મહેમાન આવ્યા છે,તો ના ઓળખાણ હોવા છતાં પણ પોતાના ઘેર જમવા બોલાવે,અને ઈશ્વર ની ઉપમા આપે,મહેમાન જયારે વિદાય લે,ત્યારે ઘરધણી મહેમાન ને કહે, કે

મહેમાન જતા પહેલા એક ઠપકો મારા દીકરા ને આપતા જાવ,જેથી એને સંબધ નું મૂલ્ય સમજાય અને માન ભેર ઘર માં સહુ સાથે હળી મળી ને રહી શકે.

બહાર ગામથી આવેલો પાડોશી નો મહેમાન પોતાનો મહેમાન સમજી હૈયે લગાડે અને એમાં પણ પોતાના જ સંતાન ના અવગુણ ગાય ને મહેમાન પાસે થી ઠપકો અપાવે અને એ ઠપકાં ને જ્ઞાન રૂપી શબ્દો સમજી પાલન કરવાનું કહેતા માઁ બાપ જરાઈ નહતા અચકાતા કે,મારા દીકરા ને ખોટું લાગશે કે નહીં લાગે.

મોટા ના બોલ નાના માટે જ્ઞાન રૂપી કહેવાતા પછી ભલે એ કડવાં પણ કેમ ન હોય,તેનું પાલન એ લોકો કરતા.

અને એનું પરિણામ આપણે આજ આપણા મા બાપ ના રૂપ માં જોઈએ છીયે,જે લોકો એ નાનપણ માં,બહારગામ થી આવેલા મહેમાન થો ઠપકો ખાય ને,જ્ઞાન મેળવ્યું જયારે આપણે.

આપણ ને તો બસ જે વ્યક્તિ મીઠું બોલે, આપણી તારીફ કરે,આપણને માન આપે,જૂઠું મુઠુ સમ્માન આપે,એજ વ્યક્તિ સારા લાગે,.

એ વ્યક્તિ ભલે ગમે તેવો હોય બસ આપણી સામેં સારું બોલે છે ને.

હું એવું નથી કહેતો કે આજના લોકો ખરાબ છે કે મૂર્ખ છે, હું એટલી જ કહું છું કે શબ્દો ભલે ગમે તેવા હોય પણ જો આપણે ને એમાંથી કૈક શીખવા મળે ને તો એ અપમાન નો કહેવાય.

લીંબડો પણ કડવો હોય છે,છતાં શરીર માટે લાભ દાઇ હોય છે.

ગમતા વ્યક્તિ ની વાતું સારી હોય જ છે,પણ ના ગમતા ના શબ્દો પણ ઘણું બધું કહી જાય છે.

માટે સહુની સાથે હસતા રહો,રમતા રહો એકબીજા ને ગમતા રહો.
આજ જીવન નું મૂલ્ય છે.

આપણે માણસ ની દુનિયા માં રહીએ છીયે તો અહીં બધા અનુભવ તો કરવા જ પડશે.
????????????

આજ દિવાળી નું પ્રથમ જ્ઞાન લેવું હોય એ લઇ શકે છે. free off છે.

Dp,"પ્રતીક" Happy Divali.

Gujarati Motivational by Dp, pratik : 111045449
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now