આ આપણી યાદ છે જ
એક્દમ ખાસ,
જાણે તું સૂર અને હું છું
સંગીત નો પ્રાસ...!!
આ આપણી મુલાકાતોની વાત જ
લાગે એક્દમ યાદગાર,
જાણે ધરતી અને સૂરજ નું ક્ષિતિજ પર
મળવું લાગે જાનદાર...!!
આ આપણા સબંધ ના સ્વીકાર માટે
દસ્તાવેજ ની શી જરૂર,
આ દિલ ને માત્ર તારા આ
શ્વાસ ની જ જરૂર...!!
રાધા અને શ્યામ ક્યાં કોઈના
સ્વીકાર ના મહોતાજ છે,
એ તો એ છે જે ધરાતલ ઉપર અમર
પ્રેમ ના પ્રતિકસમ પૂજ્ય છે...!!!