ક્યાંક મૈત્રી ભાવ રાખવો તો ચકાસી લેવું,
સામે ના મન માં શું દોડે છે.
પછી સમજવા માં મોડું થઇ જશે તો મો બતાવવા નહીં રહો.
આ જિંદગી અંતરંગી કાપવી છે મુશ્કિલ,
કોઈ સાથે મૈત્રી નિભાવવી છે મુશ્કિલ.
આ શબ્દો ની હારમાળા સમજે છે સહુ,
ના સમજ ને બાંહેધરી આપવી છે મુશ્કિલ.
હસુ હસાવું છુ ક્યાં કોઈને સતાવું છું,
ના કરેલી ભૂલની માફી માંગવી છે મુશ્કિલ.
હતો દીવાનો હું લાગણી ના સંબધ નો,
લોક સમજે લાલચી,લચક આપવી છે મુશ્કિલ.
કોણ આપણું કોણ પરાયું જાણ્યો ના પ્રતીક,
પશુની તો વેદના સમજે માનવી છે મુશ્કિલ.
Dp,"પ્રતીક"