મારે માટે ભેટ ના લાવે તો ચાલશે,
કોઈ ગરીબ ને હૈયે લગાડજે દોસ્ત.
આપેલી સોગાત હજુ એમની એમજ છે,
ઉમળકો હોય તો નાનું બાળક જમાડજે દોસ્ત.
માવતરે આપેલી ઘણી માયા તો છે જ,
ઈશ્વરે આપેલો ભવ ઉજાળજે દોસ્ત.
આપણે આંગણે દિવાળી રોજ હોય છે,
રોજ અંધારે રજડે એને રોશન કરજે દોસ્ત.
#####દિવાળી_દર્પણ #####
Dp"પ્રતીક"