Gujarati Quote in Blog by Bhoomi Pandya

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઉત્સવ પ્રિય દેશ ના માણસો આપણે બધી વસ્તુઓ લગભગ હવે મોડર્ન વાપરતા અને ઉત્સવો મા પણ મોડર્ન થઈ ગયા છીએ.પણ જ્યારે કાળી ચૌદસ ની વાત આવે ત્યારે કેહવું પડે કે ગમે એટલી મોડર્ન સ્ત્રી હોય આજ નાં દિવસે નૈવેદ્ય અને ખાસ કકળાટ કાઢવો આ બે વાત નું હમેશા ધ્યાન રાખતી જોવા મળે. ઘણા આ વાત ને અંધશ્રદ્ધા સાથે જોડે છે પણ મને લાગે છે આપણા ઉત્સવો જ આપણને પોઝિટિવ બનાવે છે એટલેજ અંધશ્રદ્ધા હોય કે શ્રદ્ધા દરેક સ્ત્રી ચાર ચોકે જઈ ચાર દિશા ને આખા વર્ષ નું ઋણ ચૂકવી ને આભાર આપે છે.વધેલું ફેકવું નહિ એ વિચાર ના બદલે ખાસ આ વિધિ માટે વડા બનાવાય છે.આ તો વર્ષો ની પ્રથા છે જે ખૂબ ગર્વ ની વાત છે અને અંતે લક્ષ્મી નું આવાહન કરે છે કે મુશ્કેલી જાય અને લક્ષ્મી આવે.લક્ષ્મી પણ મોડર્ન જગત માં ટકી રેહવા ની મુખ્ય જરુરી વસ્તુ છે.મોડર્ન જીવન માટે પણ શ્રદ્ધા અને આપણા રિવાજો મુખ્ય છે,તો પણ આપણે ગૌરવ કરવા ના બદલે અંધશ્રદ્ધા કહી ને આપણા જ સમાજ ને એમાં ધકેલી દઈએ શું કામ? ગર્વ રાખો કે આવા ઉત્સવો ઉજવાય એ દેશ મા હું જનમ્યો અને માન આપો આપણા તેહવાર ને, રિવાજ ને અને આપણી સંસ્કૃતિ ને.

Gujarati Blog by Bhoomi Pandya : 111045180
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now