Gujarati Quote in Microfiction by jagrut Patel pij

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

# કવિતા શું છે ..??

લાગણી જ્યારે અક્ષર દેહે ઢળી પડે છે ,
કલમ તણી સાહીથી ન કહેવાયેલુ પણ સમજી શકાય છે ,
એ છે કવિતા ..!!

કવિનો હ્ર્દય પટારો જ્યાં વાચક સમક્ષ ખુલ્લો મુકાય છે ,
કાળની થાપટોના કેટલાયે ઘા તાજા થઈ ત્યાં લખાય છે ,
એ છે કવિતા ..!!

કંઈ કેટલાય મનના તરંગોને વટાવ્યા પછી જે શબ્દો ગોઠવાય છે ,
ભાષા અને અલંકારો થી પર જ્યાં સંવેદના ઠલવાય છે ,
એ છે કવિતા ..!!

ખુશી અને ગમના મિશ્રણ થી જ્યાં કોઇક સંદેશો જગને અપાય છે ,
હર્ષ અને શોકની ઘડીઓ જ્યાં શબ્દોમાં પરોવાય છે ,
એ છે કવિતા...!!

ઈતિહાસ થી લઈને વર્તમાન સુધીની જ્યાં સફર ખેડાય છે ,
ગુલામી થી લઈને સ્વતંત્રતાના સૂરો જ્યાં રેલાય
છે ,
એ છે કવિતા ..!!

Gujarati Microfiction by jagrut Patel pij : 111045139
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now