સામ્રાજ્ય રોશનીનું લાવી આવી દીપાવલી.
અમાવસ્યા દીધી ભૂલાવી આવી દીપાવલી.

દીપ દીપથી કરી દોસ્તી, ફટાકડાની મસ્તી;
ફૂટતાં દેતી આભ ગજાવી આવી દીપાવલી.

ઘરઘર શેરી નાકે આંગણ અધિક ભાસતું,
સાથિયા રંગોળીને સજાવી આવી દીપાવલી.

વરસનું વિદાયગીત ગાતી તોયે એ હરખાતી,
નૂતનવર્ષને રહી એ બોલાવી આવી દીપાવલી.

નિરાશાને દીધી દફનાવી, સંકલ્પોને પ્રગટાવી;
' સાલ મુબારક ' માં ગઈ ફાવી આવી દીપાવલી.

ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Gujarati Blog by Chaitanya Joshi Deepak Porbandar : 111045056

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now