શું તને મારી વાતનું લાગી ગયું ખોટું?
કે મારે તને આપવામાં રહી ગયું ઓછું!
જેવો છું એવો તું પણ તો જાણે છે,
નથી જાણવા મળ્યું એવું છે કંઈ તો કહું?
બંધ આંખે બાંધ્યો સંબંધ મેં તારી સાથે,
ખુલી આંખે જાણી શકેના તું તો શું કરું?
જિંદગી મોજે મૌજ છે સમજી લે તું,
કરતા થોડી મસ્તી ચઢી જાય છે મોઢું.
લાખો સંબંધ માં એક દોસ્તી વિશેષ છે,
એ નહીં તું જાણે તો થઇ જશે મોડુ.
નમ્યો છું નમતો રહીશ તને જીવન ભર,
તુંજ થી પદ મેં શ્રેષ્ટ ક્યાં રાખ્યું છે કોઈનું.
હતો કશું ના આ"પ્રતીક"તારા પહેલા,
તારા આવ્યા બાદ થયું મૂલ્ આ શૂન્યનું.
Dp,"પ્રતીક"